ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના મામા ભાચા, ગડી, બિલધા જેવા ગામોમાં ગર્ભવતી મહિલાઓને પોષણ કીટનું મુંબઈના શ્રી બીજલબેન જગડ સાથે એમની ટીમ અને લોક મંગલમ ટ્રસ્ટના સહયારા પ્રયાસથી વિતરણ કરાયું હતું.

ગુજરાતમાં બાળકોમાં કુપોષણ પ્રથમ હરોળમાં આવતી સમસ્યાઓમાની એક સમસ્યા છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં માતાઓ અને બાળકોમાં વધુ પ્રમાણમાં કુપોષણ જોવા મળતું હોય છે ત્યારે આજે મુંબઈના શ્રી બીજલબેન જગડ સાથે એમની ટીમ અને લોક મંગલમ ટ્રસ્ટના સહયારા પ્રયાસથી ધરમપુરના અંતરિયાળ વિસ્તારના મામા ભાચા, ગડી, બિલધા જેવા ગામોમાં ગર્ભવતી મહિલાઓને પોષણ કીટ આપવામાં આવી હતી

આ વિતરણ કાર્યક્રમમાં મુરદડ ગામના નિશાળ ફળિયાની 4, બામન ફળિયાની 13, મુરદડ સાપુતારાની 3, મામા ભાચાના બેલી ફળિયાની 2 સરપંચ ફળિયાની 5 વગેરે અલગ અલગ ગામના ફળિયાની 51 જેટલી ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો.