પારડી: શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ પારડી હાઇવે પર આવેલી પાર નદીના બ્રિજ પરથી મળી આવી છે જેને લઈને પારડી પોલીસે તાત્કાલિક ધોરણે યુવકની લાશનો કબ્જો મેળવી તેની ઓળખ માટે આસપાસના ગામોમાં મૃતકના પરિવારને શોધવા ચક્રો ગતિમાન કરો દીધા છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નદીનાં તટ પરથી મળેલી અજાણ્યા યુવકની લાશને જોતા લાગે છે તેની ઉમર 35 વર્ષની હશે. આ ઘટના વિષે પોલીસને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. પોલીસને પાર નદી બ્રિજ પર અને આસપાસ કોઈપણ વાહન કે કોઈ  વસ્તુઓ નથી મળી અને લાશ ચેક કરતા પણ ઓળખના પુરાવા સુદ્ધા મળ્યા નથી. પોલીસે લાશનું PM કરાવી મૃતક યુવાનનો ફોટોગ્રાફ્સ આસપાસના વિસ્તારોના આગેવાનોને મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવક પાર નદીના બ્રિજ પાસે બસ કે રીક્ષા કે પછી ચાલતો આવ્યો હોવો જોઈએ અને ત્યાર બાદ પુલ પરથી મોતની છલાંગ લગાવી હશે..અથવા તો તેની હત્યા કરી તેની લાશને અહી નાખી જવાઈ હોવાનું પણ અમુક લોકો તારણ કાઢી રહ્યા છે.