વાંસદા: હાલમાં આદિવાસી વિસ્તારોમાં દીપડાના હુમલાઓની ઘટનાઓ વધુ બની રહી છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના ખાંભલા ગામના સાતમાળી ફળીયામાં ખેતરમાં કામ કરી રહેલા સુરેશભાઈ ચવઘરી પર દીપડાએ હિંસક હુમલો કર્યાની ઘટના બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ બપોરના 03 વાગ્યાના સમયગાળા દરમિયાન વાંસદા તાલુકાના ખાંભલા ગામના સાતમાળી ફળીયાના સુરેશભાઈ ચવઘરી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હિંસક હુમલો કરી દીધો હતો જેમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.

આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ ચવઘરીને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બની જતા હાલમાં તેમની સ્થિતિ બહેતર હોવાનું સ્થાનિક સુત્રોનું કહેવું છે. આવી ઘટના ઘટિત થતાં ખાંભલા ગામના સાતમાળી ફળીયામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.