વલસાડ: આજરોજ આગામી કાર્યક્રમોને લઈ ભારતીય જનતા યુવા મોરચાની બેઠક યુવા મોરચાના અધ્યક્ષ શ્રી સનેહિલ દેસાઈના અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ અને જિલ્લા પ્રભારીશ્રી પ્રતીક પટેલના વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ  ભારતીય જનતા યુવા મોરચાની બેઠકમાં પ્રદેશ મંત્રી શ્રી ભાવિકા ઘોઘારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ અને જિલ્લાની ટીમ અને મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ શ્રી કિરણ ભોયાની નિયુક્તિ બદલ ટીમ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.