વઘઈ: આજરોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ લીડર આદરણીય રાહુલ ગાંધી સેશન કોર્ટ સુરત ખાતે આવવાના હોઈ, મોડી રાતથી જ ડાંગ જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓના ઘરે પોલિસ કાફલો ખડકી દઈ ડાંગ જીલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓને વહેલી સવારે નજર કેદ કરી વઘઈ પોલિસ સ્ટેશન ખાતે ડીટેઈન કરવામાં આવ્યા હતા,
કોંગ્રેસ લીડર શ્રી રાહુલ ગાંધીને સ્વાગત સત્કાર માટે સમગ્ર ગુજરાતમાંથી કરકર્તા મોટી સંખ્યામાં સુરત ખાતે જવાના હોઈ, લોકશાહીનું ગળું ઘોટતા ભાજપ સરકાર અને એમના ઇશારે કામ કરતું પોલિસ તંત્ર ઠેર ઠેર નાકા ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે બીજી બાજુ મોડી રાત્રે સરવર ગામ ખાતેથી ડાંગ જિલા કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ પટેલ, મીડિયા પ્રમુખ તુષાર કામડી, જીજ્ઞેશ પટેલ, વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ ભોયે, ઝાવડા પંચાયતના આગેવાન ખાલપાભાઈ, નરેશ રેંજડ, રમેશભાઈ સરપંચ સહિત વઘઈ તાલુકાના 50 થી વધુ આગેવાનોને મોડી રાતથી ડીટેઈન કરવામાં આવ્યા હતા.
લોકશાહીનું ગળું ઘોટતી સરમુખત્યાર શાશનમાં ભાજપ શાસકો લોકશાહીની નિર્મમ હત્યા કરી રહ્યા છે. લોકોના હક અધિકાર છીનવી રહ્યા છે. રાહુલ ગાંધી આ દેશનો અવાજ છે, કરોડો ભારતીયોનો અવાજ છે જેમના પિતા અને દાદીએ આ દેશ માટે જીવ આપી દીધા હોય, એવા લોક ચાહના ધરાવતા નેતાને કનડગત કરવા ભાજપ સરકાર સામે આજે સમગ્ર દેશના લોકો રોષ વ્યક્ત કરે છે. લોકશાહી બચવવા હવે લોકોએ આગળ આવવું પડશે. બાકી આવી મૂડીવાદી સરકાર દેશના તમામ લોકોના ન્યાયને અવાજને ગળી જશે.











