કપરાડા: ગઈકાલે રાત્રે હવસનો પુજારી અસ્થિર મગજની યુવતી સાથે બળજબરી રહ્યો હતો ત્યારે આ યુવતીની લાજ બચાવવામાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા થયાની ઘટના કપરાડા ગવટકા ગામની હરખમાળ ફળિયામાંથી પ્રકાશમાં આવી છે.
કપરાડા ગવટકા ગામની હરખમાળ ફળિયા રહેતી અસ્થિર મગજની યુવતી નીરુ પર કપરાડાના ડુંગરી ફળિયામાં રહેતા નવસુ જમસુભાઇ વઢાળીની દાનત બગાડી અને પોતાની હવસ પૂરી કરવા મોડી રાત્રિએ દુષ્કર્મ કરવા માટે ઘરમાં ઘુસી ગયો હતો ત્યારે યુવતીએ બૂમાબૂમ કરતા પડોશમાં રહેતા રામદાસ ભાઈ નામના વ્યક્તિ દોડી આવ્યા હતા અને રાત્રિ દરમિયાન રામદાસ અને આરોપી નવસુ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. જેમાં નવસુએ રામદાસ ભાઈને નીચે પાડી ગુપ્તાંગમાં ઉપરા ઉપરી જોરદાર લાત મારતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ લોકો એકઠા થઇ જતા ઈજાગ્રસ્ત રામદાસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ત્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં રામદાસની હત્યાના લઈને ગામમાં શોકની વાતાવરણ સર્જાયું છે ઘટનાની જાણ થતાં જ કપરાડા PSI જી.એસ.પટેલ તેમની ટીમ લઈને દોડી આવ્યા હતા અને આરોપી ભાગી છૂટે તે પહેલાં જ તેની પકડી જેલના સળિયા પાછળ નાખી દીધો હતો. રામદાસ ભાઈ તાલુકા માજી સભ્ય હતા.