ધરમપુર: IANT કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ વલસાડ આવબાઈ સ્કુલ સામે 1- 9- 2022 થી કોમ્પ્યુટર એજ્યુકેશનમાં વિવિધ કોર્સ માટે એડમિશન લીધા બાદ જે તે કોર્ષની સમય અનુસાર ફી ભરી પરીક્ષા આપતા આવેલ પરંતુ 7-1-2023 ના રોજ HTML કોર્સ માટે ફી ભરવામાં આવી હતી.
આજે બે મહિના વિતવા આવ્યા છતા પરીક્ષા લેવામાં આવી નથી અને IANTદ્વારા હવે પછીના કોર્સની ફીની ઉઘરાણી કરવામાં આવે છે અમો જે કોર્સ માટે ફી ભરેલ છે તે પરીક્ષા લેવા માટે આગ્રહ કરીએ છીએ તો અમને હવે પછીની લેવાનારી કોર્સની ફી પણ ફરજિયાત પણે ભરવા માટે સંસ્થાના કર્તા હર્તા હની દયાની તેમજ અનિશા દયાની ફી ભરવા માટે વારંવાર માંગણી કરી અમો વિદ્યાર્થી જોડે તોછડુ વર્તન કરી તેમજ યોગ્ય જવાબ ન આપી વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે વધુમાં આ બાબતે IANT ના સ્ટુડન્ટ હેલ્પલાઇન નંબર પર ફોન કરેલ ત્યાંથી જવાબ મળેલ કે પરીક્ષાની ફી ભર્યા બાદ એક મહિનામાજ પરીક્ષા લેવાતી હોય છે તેમ છતાં વલસાડ ખાતે ચાલી રહેલ IANT સંસ્થા ચલાવનાર પોતાની મનમાની કરી પરીક્ષા ફી ભરી હોવા છતા પરીક્ષા લેવા માટે તૈયાર નથી અને તમારાથી જે થાય તે કરી લો એવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે
જો બાબતે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પરીક્ષા ન લેવામાં આવે તો ભરેલ ફી પરત મળે એવી કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના રૂપિયા ખાઈને ડકાર પણ ન લેતી આવી એકેડમી સામે રાજકીય અને સામાજિક આગેવાનો કેમ ચુપ છે એ સમજાતું નથી.. આવનારા સમયમાં વહીવટીતંત્ર આ બાબતે શું પગલાં ભારે છે એ જોવું રહ્યું.

