ધરમપુર: વર્તમાન સમયમાં આત્મહત્યા થી દરેક સમસ્યાનું નિરાકરણ આવી જાય એવો જાણે ભ્રમ પ્રવર્તી રહ્યો હોય તેમ આપઘાતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે ત્યારે ગતરોજ ધરમપુરના ધામણી ગામમાં  પીપરોળ ગામની યુવતીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં લોક ચર્ચાનો વંટોળ ઉઠયો હતો.

આદિવાસી આગેવાન કમલેશ પટેલ પાસેથી Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના ધરમપુરના ધામણી ગામમાં પીપરોળ ગામની યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ સીતાફળ ઝાડ પર લટકેલી જોવા મળી આવી હતી.

આ યુવતી પીપરોળ ગામની છે જેના લગ્ન ધામણી ગામમાં થયા હતા અને હાલમાં તેના ગળેફાંસો ખાધાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા વાયલર થયા છે. આ ઘટના કેમ બની તે અંગે હજુ સુધી કોઈ ઠોસ કારણ સામે આવ્યું હતું.