આહવા: તા: 14: ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લના તમામ લાભાર્થીઓને સરકારી યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કરવા માટે આજરોજ આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચોધરીના અધ્યક્ષ સ્થાને પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધીશ્રીઓ સાથે વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આર.સી.એચ( રિપ્રોડ્કશન એન્ડ ચાઇલ્ડ હેલ્થ) તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે આ પ્રંસગે તમામ પ્રતિનિધિઓને આરોગ્ય શાખા હસ્તકની સરકારી યોજનાઓના વિશે જાણકારી આપી જન- જન સુધી યોજનાઓના પ્રચાર તેમજ લાભાર્થીઓને યોજનાકિય માહિતી આપી લાભાર્થીઓને સાચી દિશામા માર્ગદર્શન પુરુ પાડવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સરકાર ( આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખામા બાળકો તેમજ મહિલાઓ માટે પાયે સરકારી યોજનાઓનો લાભ પુરો પાડવામા આવે છે. જેમા જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, રાષ્ટ્રિય પરીવાર નિયોજન કાર્યક્રમ, આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા શ્રી ડો. સંજયે શાહે પ્રતિનિધિશ્રીઓને અપીલ કરી હતી.

આ ઉંપરાત ડાંગ જિલ્લો ટીબી મુક્ત ભારત ના નારાને સાર્થક કરે તે માટે શ્રીમતી ડો. ગર્લીના દ્વારા ટીબી રોગ વિશે જાણકારી આપી હતી. જિલ્લા ક્ષય કેન્દ્ર ડાંગ દ્વારા ટી.બીના ટ્રાયબલ સ્પોર્ટ સ્કીમ હેઠળ દર્દીને રૂ.750 ચુકવણી થાય છે. નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ માસીક દવાના કોર્ષ પ્રમાણે રૂ.500 ટી.બીના દવા ગળતા આધારલીંન્ક બેંન્ક ખાતામા મળવા પાત્ર છે. ટી.બી રોગનો ફેલાવો, તેના ચિહ્નો- લક્ષણો, તેમજ નિદાન અને તેને અટકાવવા માટેના ઉપાયો વિશે શ્રીમતી ગર્લીનાએ માહિતી પુરી પાડી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઇ દ્વારા કરવામા આવ્યુ હતુ. વર્કશોપમા જિલ્લાના પદાધિકારીશ્રીઓ, તેમજ આરોગ્ય ક્રમીઓ ઉપસ્થિત રહ્યા હતા.