વલસાડ: ગુજરાત સરકાર દ્વારા જનહિતને લઈને અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેમની એક એટલે ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ.. જેનો આજે વલસાડમાં જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2 ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા આજે તા. ૦૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્‍થ સર્વિસ દ્વારા સંચાલિત 2 ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનું કલેકટર ઓફિસ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવાયું હતું.

આ પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા. કિરણભાઇ પટેલ, ર્ડા. મનોજભાઇ પટેલ, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ કલ્‍યાણ બોર્ડના એન. આર. ચૌધરી, આરોગ્‍ય સંજીવનીના જિલ્‍લા અધિકારી નીમેષ પટેલ, કમલેશ પંડયા અને સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.