ધરમપુર: ગતરોજ ધરમપુરનો સ્વર્ગ વાહિની નદી પર બનાવવામાં આવેલો પુલનું ઉદ્ઘાટન કોઈ નેતા કે નામપ્રદ વ્યક્તિના હસ્તે થાય એ પહેલાં જ ધરમપુરના લોકોએ કંટાળીને પોતે જ પૂજા કરી વાહનોની અવરજવર ચાલુ કરી દીધાની ઘટના બહાર આવતાં સ્થાનિક રાજકારણમાં હોબાળો મચ્ચો છે.
જુઓ વિડીયો..
સ્વર્ગવાહિની પર લાંબા સમય બાદ તૈયાર થઈ ગયેલા પુલના ઉદ્ઘાટનની તારીખ પડી પણ તારીખ પાછી ઠેલાવતા કંટાળેલા લોકોએ પુલ પર પોતે જાતે જ પૂજા કરી આ પુલને સ્વયભું જાહેરજનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો હાલમાં આ મુદ્દો ધરમપુરની ધરતી પર સૌથી ગરમ અને ચર્ચામાં છે. આ લોકોના આ પગલાને લઈને નેતાઓ ભોડા પડયા હોય એવા હાલ થયા છે.