સ્પોર્ટ્સ : ભારત VS ઓસ્ટ્રેલીયા ટેસ્ટ શ્રેણી આગામી ૯ ફેબ્રુઆરીએ યોજાવાની છે, આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસીએશન પર રમશે. તે પહેલા શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને કરી ભવિષ્યવાણી  ભારત ઓસ્ટ્રેલીયા સામે ૨-૧ શ્રેણીથી હારી  જશે.

મહેલા જયવર્ધને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જે ટેસ્ટ સીરીઝ રમવાની છે, જેમાં ઓસ્ટ્રેલીયાના ટીમ મજબુત છે. જયવર્ધને આઈસીસી રીવ્યુ પર વાત કરતા આ ટેસ્ટ શ્રેણીને લઈને કહ્યું કે આ ખુબ રોમાંચિક મેચ થવાનું છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝનું પરિણામ શું હશે તે જણાવવું ખુબ મુશ્કેલ છે. એક શ્રીલંકન હોવાના કારણે હું આ વાતથી આશા રાખું  કે  ઓસ્ટ્રેલીયા આ ટેસ્ટ સીરીઝને ૨-૧ થી જીતી શકે છે. પરંતુ આ તેના માટે બિલકુલ પણ સરળ નથી.

ભારતીય ટીમનો બેસ્ટમેન શુભમન ગીલ વિશે મહેલા જયવર્ધને કહ્યું કે ઓપનર બેસ્ટમેન  ગીલએ ટેકનીકલ ઘણો મજબુત છે અને તે આક્રમકતાથી અને ટાઈમીંગ રમે છે. તે અત્યારે શાનદાર ફોર્મમાં ચાલે છે. જો રેડ બોલને ક્રિકેટમાં ફોર્મને પરિવર્તિત કરશે  તો ભારતીય ટીમનો ગીલ મેચ વિનર સાબિત થશે.