ડાંગ-આહવા: ગતરોજ ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવાના ટીમ્બર હોલ ખાતે સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય વિજય પટેલે રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની છણાવટ કરી કાર્યકર્તાઓને યોજનાઓ જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ભાજપની જીલ્લા કારોબારી બેઠક આહવાના ટીમ્બર ખાતે યોજાઈ. જેમાં ડાંગ જિલ્લા કારોબારી બેઠકમાં કોરોના કાળ કે માંદગીમાં નિધન થયેલા સામાજિક આગેવાન ગાંડાભાઈ પટેલ અને ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ધારાસભ્ય અને રાજ્ય સરકારના વિધાનસભા નાયબ દંડક વિજય પટેલનું બેઠકમાં બહુમાન કર્યું હતું. પાર્ટી પ્રમુખ દશરથ પવારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના પેજ, બુથ, શક્તિ કેન્દ્રો પર માઈક્રો પ્લાનિંગ થકી ભવ્ય જીતની શ્રેયની સરાહના કરી હતી.

આ બેઠકને સફળ બનાવવા સંગઠન મહામંત્રી હરિરામ સવંત, કિશોર ગાવિતે જહેમત ઉઠાવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ઉષાબેન પટેલ, જીલ્લા સંગઠન પ્રભારી શ્રી સીતાબેન નાયક , જીલ્લા સંગઠન પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ સહિતના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.