કપરાડા: ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરતની મહિલા પર દુષ્કર્મ કરાયાના આરોપમાં આજીવન કારાવાસની સજા ફટકારી તેના માંડ ચોવીસ કલાક પુરા ન થયા ત્યાં તો મોટાપોઢા પ્રાથામિક શાળામાં આચાર્ય અને શિક્ષકો મળીને હાઈકોર્ટ દ્વારા ગુનેગાર ઠેરવાયેલા વ્યક્તિની બાળકો પાસે પૂજાવિધીનો કાર્યક્રમ ગોઠવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આવો જોઈએ વિડીયો..
ઉલ્લેખનીય છે કે કોઈ પણ વ્યક્તિની ભક્તિ કરવી એ દરેક વ્યક્તિની અંગત બાબત છે પણ જે વલસાડ મોટાપોઢા પ્રાથામિક શાળામાં આચાર્ય અને શિક્ષકો મળીને હાઈકોર્ટ દ્વારા ગુનેગાર ઠેરવાયેલા વ્યક્તિની બાળકો પાસે પૂજાવિધી કરાવી એ કેટલું યોગ્ય ? એ પણ એવા સમયમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરતની મહિલા પર દુષ્કર્મ કરાયાના આરોપમાં આજીવન કારાવાસની સજા ફટકારી તેના માંડ ચોવીસ કલાક પુરા થયા નથી. જો શિક્ષકોએ કે આચાર્ય એ પૂજા કરાવી હોય તો અંગત રીતે ઘર પર બેસીને કરવું જોઈએ પણ આમ હાઈકોર્ટના નિર્ણયનું સરેઆમ ઉલ્લંઘન કરવું કેટલું યોગ્ય છે. એ મોટો સવાલ છે.
શું મોટાપોઢા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તથા શિક્ષકોને બાળકોને આવી ભક્તિ કાર્યક્રમ કરવાની વલસાડ શિક્ષણ ખાતાએ મંજુરી આપી હતી. શું હવે પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ આપવાને બદલે ભક્તિ કરાવડાવવા માટે ગુજરાત સરકારના શિક્ષણ ખાતાએ જાહેરાત કરી છે ? શું હાઈકોર્ટ ના નિર્ણયનું કોઈ મહત્વ નથી ? આ બાબતે કોઈ પગલાં લેવાશે ખરા ? જોઈએ..











