ધરમપુર: છેલ્લા સપ્તાહ દરમિયાન ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તારના મામાભાચા ગામની જય બજંગબલી ક્રિકેટ ક્લબ દ્વારા સાતમી સીઝનની કુળ પરિવાર ક્રિકેટનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ચૌધરી પરીવારની ટીમ વિજેતા બની હતી.

ક્રિકેટ ટુનાર્મેન્ટમાં આદીવાસી વિસ્તારના 36 જેટલા કુળ પરિવારોની ટીમોએ ભાગ લીધો હતો જેમા ઘણો બધો સંઘર્ષ બાદ ચૌધરી પરીવાર અને ગાંવિત પરિવાર ટીમ ફાઈનલમાં પહોંચી હતી જેમા પ્રથમ ઈનામ ચૌધરી પરીવારની ટીમ વિજેતા બની અને બીજું ઈનામ ગાંવિત પરિવાર ટીમને મળ્યું હતું. જેમા પ્રથમ ઈનામ ચૌધરી પરિવારને 40 હજાર રોકડ તથા કપ અને બીજું ઈનામ ગાંવિત પરિવાર ને 20 હજાર રોકડ તથા કપ આપવામાં આવ્યો હતો. ચૌધરી પરીવારના પ્રલયભાઈ ચૌધરીને મેન ઓફ ધ મેચ અને સંજુભાઈ ચૌધરી ને મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ ફિલ્ડર, અને બેસ્ટ કેચરના ઇનામો મળ્યા હતા.

આ જય બજંગબલી ક્રિકેટ ક્લબની ક્રિકેટ ટુનાર્મેન્ટ પ્રસંગે બારોલીયાના મુકેશભાઈ ચૌધરી, આનંદભાઈ ચૌધરી સંદીપભાઈ ચૌધરી, ખલપુભાઈ ચૌધરી (માસ્તર), મનોજભાઈ ચૌધરી, હરિલાલભાઈ ચૌધરી, રામજીભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા