ગુજરાત: કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના ભાવમાં વધારો કરાયો બાદ હવે ગુજરાતમાં આજે સીએનજી અને પીએનજી બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે તાત્કાલીક અસરથી લાગુ થઇ ગયો છે. ગુજરાત ગેસ દ્વારા ચૂંટણી પૂર્વે CNG માં રૂા. 7નો ભાવઘટાડો કર્યો હતો અને પરંતુ આજે ફરી એક વખત સીએનજી તથા પીએનજીના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે.
મીડિયા રીપોર્ટ અનુસાર હવે ગુજરાત ગેસના સીએનજીનો ભાવ રૂા. 78.52 પ્રતિ એક કિલો થયો છે જ્યારે ઘરવપરાશ માટે પાઇપલાઇન માટે અપાતા PNGનો ભાવ રૂા. 50.43 સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર કરવામાં આવ્યો છે. આજે કોઇપણ પૂર્વ જાહેરાત વગર આભાવ વધારો કરતાં વાહનચાલકો તેમજ જાહેર ટ્રાન્સપોર્ટના ભાડા વધી જશે.
આ ઉપરંત ગુજરાતના શડબલ એન્જિન સરકાર.. થહેરોમાં પાઇપલાઇન મારફત અપાતા ગેસના ભાવમાં આજથી જ વધારો થઇ જતા હવે LGP વાપરનાર ઉપરાંત પાઇપલાઇન મારફત ગેસ મેળવાનારનું રસોડાનું બજેટ પણ વધી જશે. જેને લઈને ગૃહણી ચિંતામાં મૂકી છે.

