ધરમપુર: આજરોજ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકા અંતરિયાળ વિસ્તાર ભવાડા ગામમાં સેવાકીય પ્રવૃતિમાં હંમેશા અગ્રશીલ કરતાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા તદ્દન ફ્રીમાં (સ્વાશ્રય કેન્દ્ર ) સીવણ કલાસનાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી વલસાડનાં દીપેશભાઈ ભોયા સાહેબ, ચેતનભાઈ ચાંપાનેર સાહેબ,ભવાડા ગામનાં સરપંચશ્રી, શંકરભાઈ ગાયકવાડ, ખાંડા ગામનાં સરપંચશ્રી, જૈશિંગભાઈ ચૌધરી, ખાંડાગામનાં માજી સરપંચશ્રી, હરિલાલભાઈ ગાંવિત, ભવાડા પ્રાથમિક શાળાનાં પ્રિન્સિપાલ, શ્રીમતિ, અનિતાબેન, ભવાડા ગામનાં યુવા કાર્ય કરતા બળવંતભાઈ, રોહિતભાઈ, સૂરજભાઈ, રાજુભાઈ, દિવાળીબેન ટ્રસ્ટનાં સંયોજક, ભુપેન્દ્રભાઈ ગવળી, વિમલભાઈ ચૌધરી, દિવાળીબેન ટ્રસ્ટનાં જ્યોતિર્ધર મિત્રો, ગ્રામજનો તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
રોજગાર કચેરી વલસાડથી કાર્યક્ર્મમાં ઉપસ્થિત સાહેબ દ્વારા વિવિધ પ્રકારની યોજના વિશે તાલીમાર્થી બહેનોને માહિતીગાર કર્યા હતા અને આશ્વાસન આપ્યું કે તમે આ ફ્રી સીવણ કલાસનો સદુપયોગ કરો, અને પોતાના પર નિર્ભર બનો, આ રીતે ઉદ્ધઘાટન કાર્યક્ર્મ સફળ રહ્યો.

