આહવા: વઘઇ તાલુકાના નિંબારપાડા ગામના વિશાલ લક્ષ્મણ કોટવાલ દ્વારા એક સગીરા પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનું વંટોળ ઉઠયું છે ત્યારે આ ઘટનાને લઈને સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.

વઘઇ તાલુકાના નિંબારપાડા ગામના વિશાલ લક્ષ્મણ કોટવાલ દ્વારા એક સગીરા પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે જેની સામે સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેને મોરબીના ટંકારા તાલુકાના હડમળિયા ગામમાંથી પકડી પાડયો હતો પણ મેડિકલ ચેકઅપ કરવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી તે હોસ્પિટલના બાથરૂમની બારી તોડી જંગલમાં હથકડી સાથે ભાગી ગયો હતો.

સાપુતારાના PSI કે.જે. નિરંજન અને ASI વી. ડી. ગોહિલ અને સ્ટાફને ફરાર આરોપી સામે વધુ તપાસ કરી રહ્યા છે Decision Newsને મળેલી વિગતો અનુસાર ગતરોજ સાંજ સુધી આરોપીની કોઈ ખબર-અંતર મળ્યા નથી ત્યારે ગ્રામજનો પોલીસની તપાસ અંગે પણ તર્ક-વિતર્ક કરી રહ્યા છે.