પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ચીખલી: અચાનક ચીખલીના ધોબીવાડમાં હનુમાનજી મંદિર સામે આવેલ મયુરી આર્ટ નામની કટલરી દુકાનમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. તાત્કાલિક ધોરણે ફાયર ફાયટરોઓએ કામગીરી આરંભી દેતા આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મયુરી આર્ટ નામની કટલરી દુકાનમાં રહેલ સરસામાન બળીને ખાખ થઇ ગયું છે જેના લીધે દુકાનના માલિકને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા જ ચીખલીના નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ, પીએસઆઇ એસ.જે.કડીવાલા, ચીખલી સરપંચ વિરલભાઈ પટેલ સહિતનાઓ ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી.

આ આગ લાગવાની ઘટનાનું કારણ પ્રાથમિક દષ્ટિએ શોર્ટ સર્કિટ થયાનું જોવાઈ રહ્યું છે. હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી