ધરમપુર: હાલમાં ધરમપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એક વખત રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેમણે લોક જુવાળથી ભરપુર ભવ્ય રેલી યોજી ધરમપુર ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ધરમપુર બેઠક પર BJPના વર્તમાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને રિપિટ કરાયા છે ત્યારે આજે અરવિંદ પટેલે ધરમપુર શહેરના સમળી ચોકથી પ્રાંત અધિકારીની કચેરી સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી સુધી પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હોવાના ચિત્રો સામે આવ્યા છે.

અરવિંદ પટેલે આજરોજ ઉમેદવારી નોંધાવી ધરમપુર શહેરના સમળી ચીક ખાતે એક ભવ્ય સભાને સંબોધી હતી. આ સભામાં રાજ્યના નાણાંમંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા જેવા ભાજપના પ્રખર આગેવાનોએ હાજરી આપી હતી.