વાંસદા: વાંસદાના મીંઢાબારી ગામ નજીક પુલ ઉપરથી ઊતરતી એક રિક્ષા ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યાની ઘટના સામે આવી છે ત્યારે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના મીંઢાબારી ગામ નજીક ટેકરા ઉતરતા રીક્ષા નં. DD-01-F-9611 નો ચાલક રાજુભાઈ શશિભાઈ ખારવા પોતાની માતા વાંસદાએ માતા સાથે 8 થી વધુ માણસોને લઈને સામાજિક કામ માટે વલસાડ તરફ જઈ રહ્યા હતા ત્યારે  સવા બારેક વાગ્યાની આસપાસ GJ-15-DB-506 નંબરની બાઈક લઈ કપરાડા સુથારપાડાનો યુવાન એક મહિલા અને છોકરી સાથે વાંસદા આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતની ઘટના ઘટિત થવા પામી હતી. આ અકસ્માતમાં ઈજાઓ થવા પામેલા બધાજ માણસોને સારવાર માટે વાંસદા સિવિલ માટે ખસેડાયા હતા.

પરતું Decision Newsને તજમાંલેલી જાણકારી મુજબ રીક્ષા ચાલક અને બાઈક ચાલકનું બંને મૃત્યુ થઈ ગયું છે અને અન્યને ઈજાઓ થવા પામી છે પણ હાલમાં તેઓ સારી હાલતમાં છે. હાલમાં વાંસદા પોલીસ બંને મૃતદેહોનું PM કરી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.