નવસારી: ગતરોજ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી અને તેની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થતા નવસારી જિલ્લામાં ઇલેક્શન કમિશનને તાત્કાલિક શહેરની દીવાલો પર રાજકીય પક્ષોના પ્રચાર અને બેનર પોસ્ટર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજાનાર છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં  પહેલા તબક્કામાં નિષ્પક્ષ રીતે ચુંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ સજજ બન્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ રાજકીય પ્રચાર દૂર કરવામાં આવ્યા છે. કવાયત શરૂ કરવામાં આવી છે

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના લુન્સીકુઈ, જુનાથાણા,વિજલપોર,નગરપાલિકા પટાંગણ સહિતના વિસ્તારોમાં લાગેલા રાજકીય બેનરોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા હતા