વલસાડ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે જ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ગોલ્ડન જયુબિલી વર્ષ ઉજવણીના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા આજે “એરફોર્સ ડે” નિમિત્તે નિવૃત્ત એરફોર્સ અધિકારી શ્રી રાજુભાઇ ઓઝાનું વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું .

Decision Newsને મળેલી માહિતી મુજબ 8 મી ઑક્ટોબર ઇન્ડિયન એરફોર્સ પર ગર્વ કરવાનો દિવસ. જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડના પ્રમુખશ્રી ડૉ.આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ગુજરાત સરકાર મોડલ સ્કૂલ માલનપાડાના પ્રિ. ડૉ. વર્ષાબેન પટેલ, હાર્દિક પટેલ, જ્યોતિ વ્યાસ, ખુશી પટેલ, સુમિત્રાબેન, સંગીતાબેનના સહકારથી આ કાર્યક્રમનું આયોજન સરસ રીતે થઈ શક્યું.

શ્રી રાજેન્દ્રભાઈ ઓઝાએ એમના વક્તવ્યમાં એરફોર્સની સ્થાપનાથી લઈ આજ સુધીની સફર વિશે વિગતે પરિચય કરાવ્યો. એરફોર્સમાં કારકિર્દી બનાવવાની માહિતી સાથે દેશની સેવા કરવાની કેવી તો ઉત્તમ તક આર્મી, નેવી તથા એરફોર્સમાં રહેલી છે એ વિશે તથા એરફોર્સની ટ્રેનિંગ વિશેની વાતો એમના વક્તવ્યમાં સુપેરે વણી લીધી. 95 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે એરફોર્સ ડે નિમિત્તે જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા આ કાર્યક્રમ યોજી ભારતીય વાયુસેનાને શ્રદ્ધાંજલિ અર્પી એક સફળ રાષ્ટ્ર માટેના એમના યોગદાનનો સ્વીકાર કરી એરફોર્સની 90 મી વર્ષગાંઠ ઉજવવામાં આવી.