વલસાડ: પ્રભવ હેમ કામધેનુ ગીરીવિહાર ટ્રસ્ટ, ગીરીવિહાર સંકુલ, વાઘલધરાના શ્રી રાહુલભાઇ તથા શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી અનિશભાઈ શેઠિયાના સહકારથી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડના પ્રમુખ ડૉ. આશા ગોહિલે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

જુઓ વિડીઓ..

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ  પહાડી અંતરિયાળ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ 50 માં કાર્યક્રમમાં 12 વાછરડા અને 51મા કાર્યક્રમમાં 11 ગાય 2 વાછરડા મળી કુલ 25 ગૌવંશ ખેતી, પશુપાલન તથા પશુસંવર્ધન માટે આપવામાં આવ્યા. આ ગૌદાન અંતર્ગત એક જ દિવસે 2 કાર્યક્રમ આશા ગોહિલે એમના દીકરા દીપ ચૌહાણના જન્મદિવસે ખાસ આયોજિત કર્યો હતો.

આ કાર્યકમને સફળ બનાવવામાં સુથારપાડાના સરપંચ રંજુબેન રાજેશભાઈ ગુંબાડે શ્રીહરિભાઈ, કપરાડાના CRC શ્રી મહેશભાઈ ગાંવિત, જાગીરીના શીતલ ગાડર, નડગધરીના ઊર્મિલાબેન, જહીરામ, માવજીભાઈની ખૂબ સરસ મદદ મળી હતી.