કપરાડા: ગુજરાત વિધાનસભા ના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડમાં કપરાડાની બેઠક પર કોંગ્રેસના આ ત્રણ યુવાઓએ પોતાની પકડ મજબુત બનાવી છે એવામાં કપરાડાની વિધાસભાનો મોટો દારોમદાર આ જ યુવાનો પર રેહશે એવું સ્થાનિક રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.
વર્તમાન સમયમાં કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં આ ત્રણ યુવાનો જ રેસમાં છે. કપરાડામાં જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી સત્તા હતી તે બાદ કોંગ્રેસ સાવ તળિયે બેસી ગઈ હતી પણ આ ત્રણેય યુવા જોશે સ્થાનિક સ્તરે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂક્યા છે અને લોકોને જોડવાની અગત્યનું કામ કર્યું છે કોંગ્રેસને બેઠું કરવાનું ભગીરથ કાર્ય આ ત્રણેય યુવાઓ કરી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે જો કોગ્રેસે કપરાડા ખાતે સત્તા પરિવર્તન કરવું હશે તો આ ત્રણેય માંથી એક ઉમેદવાર પંસંદ કરી આવનારી વિધાનસભા 2022ની ચુંટણીમાં કપરાડા બેઠક ઉભો રાખવો પડશે.
આ ત્રણેય યુવાનોમાં કુંજાલી પટેલ – વિપક્ષના નેતા ઈશ્વરભાઈ તુંમડા- તાલુકા પંચાયત સભ્ય, દશરથ કડું- NSUI ના પ્રદેશમંત્રી તરીકે પોતાનો હોદ્દો સાંભળી રહ્યા છે. આવનારા સમયમાં પરિવર્તનની હવા આ ત્રણ યુવાનો ફૂકી શકે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.