નવસારી: આજરોજ એક જાગૃત નાગરિકના લીધે નવસારીના જીલ્લા પુરવઠા અધિકારી વર્ગ-1 વિશાલ રાજકુમાર યાદવ નવસારી ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં 1,00,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયાની વાત બહાર આવી છે
Decisin Newsને મળેલી વિગતો અનુસાર ફરીયાદી એલ.ડી.ઓ અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.૦૮.૦૯.૨૦૨૨ના રોજ આરોપીએ ફરીયાદીની ટાટા આઇસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ, તે ગાડી રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કરેલ. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધેલ હતો. ત્યારબાદ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૦૦,૦૦૦/-ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા ૧,૦૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે
હાલમાં આરોપી વિશાલ રાજકુમાર યાદવને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આવનારા સમયમાં પોલીસ આ લાંચ લેનારા અધિકારી વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.

