દાહોદ: ગતરોજ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી તથા તેમની સાથેના અન્ય એક વ્યક્તિ વિરૂધ્ધ થોડા દિવસો અગાઉ દાહોદ જિલ્લાની એક શિક્ષિકા દ્વારા હેરાનગતિ તેમજ છેડતી કરવા મુદ્દે પોલીસ ફરિયાદ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી અને અન્ય વ્યક્તિના હેરાનગતિ તેમજ છેડતી કરાયાના ઘણાં દિવસ વીતી ગયા છતાં પણ આજ દિન સુધુ તેમના વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં આદિવાસી સમાજના લોકો દ્વારા ગતરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી છે કે પ્રાથમીક શિક્ષણાધિકારી અને અન્ય વ્યક્તિ વિરૂધ્ધ કાયદેસરની કડક પગલાં લેવામાં આવે. જો ઘટનાને લઈને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન થશે