કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા તાલુકાના વાડધા મનાલા અને જાંમગભાણ ત્રણ ગામની રેશનિગ દુકાન સસ્તા અનાજ ની દુકાન સંચાલન કરનાર ચાર પેઢી થી યૂપીનો માણસ ભીલાડ ગામમાં રહીને ચલાવતા હતા. સાથે સરકારના નિયમોનો અન્યાય કરી રહ્યા છે. લોકો સાથે ગમેતેવા અપ શબ્દ જેવા શબ્દ વ્યવહાર કરાવતો હતો.

જુઓ વિડીયોમાં ગ્રામ્યજનોની વેદના…

ગ્રામ્ય વેજીલેન્સ કમિટી વાડધા ના ચેરમેન જયેન્દ્ર ગાંવિત Decision Newsને જણાવે છે કે વાડધા ગામ સરપંચ શ્રી સાથે જામગભાણ સરપંચ શ્રી મગન ભાઈ સાપટા સાથે આગેવાનો ધર્માભાઈ સંતુભાઈ લક્ષ્મણભાઇ ધાકલભાઇ ઇશ્વરભાઇ સાથે સભ્યશ્રીઓ સ્થાનિક લોકોનો વિરોધ ઘણા વર્ષોથી ચાલી રહેલા પરંતુ ગરીબ આદીવાસી સમાજનાં લોકોની કોઈ પણ યોગ્ય સંતોષ કારક જવાબ મળ્યો નથી. જેમા શરૂઆતમાં 1. રામ શ્રી માન 2. સ્વામી નાથ મિશ્રા 3. સુનીલ મિશ્રા 4. હવે શારદા બેન મિશ્રા જેમની પેઢી ચલાવતા આવેલ છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યાં છે.

આ મુદ્દે આવેદન પત્ર કલેકટર કચેરી, મામલતદાર કચેરી અન્ન નાગરિક પુરવઠા વિભાગ તેમજ ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીને અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તમામને લેખિતમાં રજૂઆત કરી  માંગ કરવામાં આવી છે કે સ્થાનિક લોકોને આ સસ્તાંની અનાજની દુકાન મળે. જ્યાં સુધી માંગ નહી સંતોષાય ત્યાં સુધી વિરોધ આંદોલન ચાલુ રહેશે જરૂર પડયે ધરણાઓ કરવા માટે સ્થાનિક લોકો તૈયાર હોવાનું લોકો જણાવે છે.