વલસાડ: સોમવારથી વિદ્યાર્થી શાળાએ જવાનું છોડીને ઓનલાઇન મોબાઈલ ગેમની લતે ચઢી ગયો હતો. માતાએ તેમના દીકરાને જબરજસ્તી શાળાએ જવાનું જણાવતા વિદ્યાર્થીને મનદુઃખ થતા ત્રીજા મળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી.

જુઓ વિડીયો…

Decision Newsને મળેલી માહિતી વલસાડ શહેર નજીક આવેલા શેઠિયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહીને જયનેશ ભીખુભાઇ સુનેકર BAPS શાળામાં ધો.9માં અભ્યાસ કરતો હતો. ગત સોમવારથી વિદ્યાર્થી શાળાએ જવાનું છોડીને જયનેશ ઓનલાઇન મોબાઈલ ગેમની લતે ચઢી ગયો હતો. હાલમાં જ વલસાડ શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતો ત્યારે 7 દિવસ શાળાઓ બંધ રહી હતી. તે સમય દરમ્યાન સૌથી વધુ સમય મોબાઈલમાં ફી ફાયર ગેમ રામવામાં કાઢતો હતો. સોમવારથી શાળાઓ ઓફલાઇન શરૂ થઈ હતી. માતાએ તેમના દીકરા જ્યનેશને જબરજસ્તી શાળાએ જવાનું જણાવતા વિદ્યાર્થીને મનદુઃખ થતા ત્રીજા મળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. 108 મારફતે નજીકની હોસ્પિતલમાં ખસેયો હતો જ્યાં કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કિશોર વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.

આ ઘટના મા બાપ માટે લાલ બત્તી કિસ્સો કહી શકાય. વિદ્યાર્થીઓ મોબાઈલની ઓનલાઇન ગેમ રમવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે માતા પિતા એ સજાગ થવાની જરૂરિયાત છે