દક્ષિણ ગુજરાત: હાલમાં જ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 22, 23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદ પડશે જેના કારણે જનજીવન ખોરવાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવતા વરસાદ થશે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

નોંધનીય છે કે, આગામી 22-23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ કરી દેવામાં આવ્યું છે.