ઉમરપાડા: કોણ કહે છે ગુજરાતમાં દારુબંધી છે હવે ગુજરાતની અમુક યુવા પેઢી નશો કરવા પ્રવાસન સ્થળ પર પણ નશો કરે છે એવો એક કિસ્સો ઉમરપાડાના ધાર્મિક અને પ્રવાસન સ્થળ દેવગાટ ધોધ પાસે દારૂની મહેફિલ માણતા 4 યુવકોનો બહાર આવ્યો છે

સ્થાનિક યુવાનોનું Decision Newsને કહેવું છે કે દેવગાટ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે ત્યારે ગતરોજ કેટલાક નશાખોર યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માની રહ્યાની ઘટના સામે આવી છે. ઉમરપાડા પોલીસને આ મુદ્દે બાતમી મળી હતી અને પોલીસે આ સ્થળ પર રેડ કરી હતી. જેમાં લસકાણા ગામના રમેશ રામસિંગ ચાવડા કામરેજના અમિત નારણ ચાવડા, કામરેજ, સંદીપ ઈશ્વર વસાવા, કામરેજ, સતીશ ભગત વસાવા ઉમરપાડાના અન્ય ચાર ઈસમોને પકડી લીધા હતા.

પોલીસે દારૂ અને અન્ય મુદ્દા માલ સાથે નશાબાજ ઇસમોનું મેડિકલ ચેકઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.