ઉમરપાડા: દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદના કારણે ઉમરપાડા તાલુકામાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 13 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો અને સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર ઉમરપાડા તાલુકો જળ બંબાકાર થયો છે, તાલુકાની નદીઓ ગાંડીતૂર બની રસ્તા પર વહેતા ગળનાળાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરપાડા ચાર રસ્તા થી જુના ઉમરપાડા તરફના મુખ્ય બે ગળનાળા વરસાદી પૂરને કારણે ધોવાઇ ગયા છે,જેની તકેદારીના ભાગરૂપે જોખમી રસ્તો તંત્ર દ્રારા પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરી દેવામાં આવ્યો છે, ઉચવાણ ગામમાં નીચાણ વાળા મસ્જિદ ફળીયા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જ્યારે નવી વસાહત વિસ્તાર રાજનીવડ, રૂઢીગવાણ,ખૌટારામપુરા, ડોંગરીપાડા, કોલવાણ, ગુલીઉમર, મોટી દેવરૂપણ, ઉમરદા ગામો તાલુકાના સંપર્ક વિહોણા બન્યા.સાથે વડપાડા, સુતખડકા, સેવલાણ, બિલવાણના મહુવન નદી ધણા વર્ષો પછી ભારે પુર આવતા અનેક ગામોમાં પાણી ફરીવડતા રસ્તા બંધ થયા તાલુકાની બીજી મોહન ખામ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા,જેથી તાલુકા મથકથી ધણાં ગામો સંપર્ક વિહોણા બન્યા હતા

ઉમરપાડા તાલુકા તેમજ વહાર ગામે વીરા નદીમાં ભારે ઘોડાપુર આવ્યા હતા જેથી એ વિસ્તારના ગામો‌ સંપર્ક વિહોણા બન્યા હતા તાલુકાના વાડી ઉંમર ઝર વચ્ચેના મુખ્ય માર્ગ પર કોતરો માંથી આવતું પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો કલાકોતંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કવાયત કરી રહ્યું છે.