મોટાપોંઢા: આજના દિવસે ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે  શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કૉલેજ, મોટાપોંઢામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી  ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ઇન્ચાર્જ આચાર્યશ્રી એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ચર્ચાસભાના પ્રમુખશ્રી ડો. આશા ગોહિલે કર્યું. પ્રા. એ. જે. ઠાકોર, ડો. શીલા પટેલ, પ્રા. એન. એન. પરમારના વકતવ્યમાં આ દિન વિશેષનો મહિમા સુપેરે ગવાયો.

આ પ્રસંગે મોટાપોંઢા કોલેજના એફ.વાય. બી.એ. ની વિદ્યાર્થી નીઓ પુનિતા રોહિત તથા ઈશા રોહિતે પ્રસંગોચિત વાત રજૂ કરી હતી.