ધરમપુર: 7 જુલાઈ 2022ના રોજ ડાંગના સુબીર તાલુકાના 8 યુવાનોને અમદાવાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર પકડી ઢોર માર મારવામાં આવ્યો હતો જે બાબતે ધરમપુર PSI એન.સી.સગરશ્રી મારફત હર્ષ સંઘવીશ્રી ગુહ રાજ્યમંત્રીશ્રી ગુજરાત સરકારને રજૂઆત કરાઈ.

ઉલ્લેખનીય છે કે આ નિર્દોષ 8 યુવાનોને ઢોર માર માર્યાની ઘટનાને લઇ સમગ્ર આદિવાસી સમાજને ઠેસ પહોંચી હોઈ અને આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો હોઈ, આ ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓ પર એટ્રોસિટીનો કેસ દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે અપીલ કરવામાં આવી હતી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે Decision News સાથે વાતચીત કરતા જણાવ્યું કે પોલીસ ડીપાર્ટમેન્ટને કલંકિત કરતી આ ઘટનામાં જે ગુનેગાર પોલીસકર્મી છે તેની માનશીકતા ખરેખર રાક્ષસી છે જેને પોતાના મિત્ર સામે બડાઈ મારવા માટે કોઈ નિર્દોષને માર મારવો એ સહજ હોય એવા ક્રૂર વ્યક્તિને પોલીસની વર્દી પહેરવાનો કોઈ અધિકાર મારું બંધારણ આપતું નથી અને આ બાબતે હું વહીવટીતંત્રને પણ કહેવા માંગુ ચુ કે આ આ રાક્ષસી વ્યક્તિઓ પર ઝડપથી એક્શન લેવાઈ નહિ તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે એ નક્કી છે.