ડાંગ: ગતરોજ વરસેલા ધોધમાર વરસાદને લઈને ડિઝાસ્ટર વિભાગે કહ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન વઘઇમાં 212 મિમી (8.48 ઈંચ), સાપુતારામાં 293 મિમી (11.72 ઈંચ), આહવામાં 312 મિમી (12.48 ઈંચ), જ્યારે સુબીરમાં 313 મિમી (12.52 ઈંચ) વરસાદ નોંધાયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગમાં અસરગ્રસ્ત રસ્તાની વાત કરીએ તો.. વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, ઘોડવહળ વી.એ.રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, પાતળી-ગોદડિયા રોડ, ચીકટિયા-ગાઢવી રોડ, ભાપખલ-રાનપાડા રોડ, દગડપાડા-પીપલસોંઢા રોડ, દોડીપાડા ચીકાર ફળિયા રોડ, ગોદડિયા-પાંઢરમાળ રોડ, ભેંસકાતરી-કાકરદા રોડ, મોટી દબાસ લહાન દબાસ રોડ, બરમ્યાવડ રોડ, સિંગાણા-ધુલદા રોડ, માનમોડી નિંબારપાડા રોડ અને બાજ વી.એ રોડ છે.

આ ઉપરાંત સતિ-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, ઢાઢરા વી.એ.રોડ, આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડીરોડ, કુડકસ-કોશિમપાતળ રોડ, સુસરદા વી.એ.રોડ, ચીખલદા વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ પણ અસરગ્રસ્ત હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.