ચીખલી: ગતરોજ ચીખલીમાં આવેલા રાત્રીના સમયે પવન સાથે ધોધમાર વરસાદના કારણે તાલુકાની કાવેરી, અંબિકા, ખરેરા જેવી નદીઓ અને નાવણી, મરકી, નીરજ જેવા ખાડી, કોતરોમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. લોકો ચીખલી બેટમાં ફેરવાયુની વાતો કરતા હતા.
કાવેરી નદીના કાંઠાના હરણગામના નદી ફળીયામાં પૂરના પાણી લોકોના ઘરોમાં ભરાઈ જતા લોકો મુશ્કેલ સ્થિતિમાં આવી હતા. આખું નદી ફળિયું બેટમાં રૂપાંતરિત થતા 42 પરિવારોના 162 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવા મળ્યું છે.આ ઉપરાંત સાદકપોરના વાંસફોડ ફળીયાના 12 જેટલા ધરોના પરિવારો, તલાવચોરાના બ્રાહ્મણ ફળીયાના સાત જેટલા ધરોના 30 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા હતા.
સ્થાનિક રિપોર્ટર મનીષ ધોડીયાના જણાવ્યા અનુસાર ચીખલી તાલુકામાં ધોધમાર કારણે હરણગામે, તલાવચોરા, મજીગામ, રાનવેરી કલ્લાનાં ગણેશ ફળીયામાં, વાંઝણામાં, કુકેરીના ધોળીકુવા, ખરોલી જેવા ગામડાઓમાં પાણી ઘરોમાં ભરાતા ખુબ જ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત બની છે હવામાન ખાતાના અનુસાર જોઈએ તો ચીખલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5.84 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણેક દિવસ વરસતા વરસાદના કારણે પાણી ઘરોમાં ઘુસી જતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે











