ચીખલી: કાંટસવેલ ગામે નિસહાય વૃધ્ધાનું મુશળધાર વરસાદના કારણે ઘર તૂટી પડતા ખેરગામના યુવાનો પહોંચ્યા મદદે હાલમાં વરસી રહેલા મુશળધાર વરસાદે અનેક ગરીબ પરિવારોમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. ત્યારે ગઈકાલે દિવસ પહેલા વાંસદા તાલુકાના કાંટસવેલ ગામના ડુંગરી ફળિયામાં એકલા અટુલા રહેતા વૃદ્ધ માજી મંજુલાબેન સુભાનભાઈ પટેલનું ઘર ભર વરસાદમાં તૂટી પડતા એકાએક નિરાધાર બન્યાની ઘટના સામે આવી છે.

આ વાતની જાણ થતા જ Decision Newsને મળેલી માહિતી મુજબ શિયાદા ગામના સમાજસેવક જીગ્નેશ પટેલને થતાં એમણે ખેરગામના યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલને કરતાં ખેરગામના યુવાઓ જેમાં ડો. દિવ્યાંગી પટેલ, આર્મીમેન મુકેશભાઈ, કીર્તિ પટેલ, કાર્તિક, કૃણાલ, મયુર, હિરેન સહિત કાંટ્સવેલ ગામના સ્થાનિક યુવાનો તાત્કાલિક વરસતા વરસાદમાં અસરગ્રસ્ત વયોવૃદ્ધ મહિલાને મદદ કરવા તાત્કાલિક પહોંચી ગયા. ખેરગામના સેવાભાવી પ્રોફેસર નિરલ પટેલનો જન્મદિવસ હોય અને જન્મદિવસની ઉજવણીમાં રૂપિયા વેડફવાને બદલે જરૂરિયાતમઁદો માટે વાપરવાની હંમેશા નેમ રાખતા આવેલ હોય એમણે ડો. નિરવ પટેલની સાથે મળીને વૃદ્ધાને આશરે એક મહિના ચાલે એટલું અનાજ-કરિયાણું અને જીજ્ઞેશ પટેલ દ્વારા લોકોના સહયોગથી મોટી ધનરાશી અને કપડાં લતાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી.

આ પ્રસંગે યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવેલ કે અમારો મકસદ એક જ છે કે કોઈપણ ભૂખ્યું-તરસયું કે છત વગર નહિ સુઈ. મારા ભાઈ સમાન મિત્ર નિરલ પટેલે પૈસા પાર્ટીઓમાં વેડફવાને બદલે એક લાચારની મદદ કરી સમાજમાં એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આવી જ રીતે જો માત્ર દસ ટકા લોકો જો વિચારતા થશે તો કોઈપણ વ્યક્તિ દુનિયામાં તકલીફમાં નહીં દેખાય.