વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં મેઘ તાંડવ જોવા મળ્યું. વાંસદામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ગામડાઓના 26 જેટલા રસ્તાઓ બંધ રહ્યા હતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાંસદામાં છેલ્લા 24 કલાક દરમિયાન 265 મી.મી.(10.50 ઇંચ) વરસાદ વરસ્યો હતો. સવારે 6 કલાક થી સાંજે 4 કલાક સુધી 111 મી.મી.(4.50) ઇંચ ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યા હતા. વાંસદાના ઉનાઈના અનેક નિચાળવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાયા ખંભાલિયા ગામે ઉનાઈ માતાજીના મંદિરની આસપાસના વિસ્તારમાં ઘુટણસમા પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી
છેલ્લા બે દિવસથી આવતા ધોધમાર વરસાદે નદીમાં પાણી પૂરમાં ફેરવાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વાંસદાના મોટાભાગના ગામડાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. ધોધમાર વરસાદને કારણે પાણી ભરતા પશુપાલકોની ચિંતા વર્તાય હતી. ગામમાં દૂધ ડેરી સુધી પહોંચાડવામાં લોકો માટે મુશ્કેલી ઉભી થઇ હતી.











