વાંસદા: ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 5 ઘર અને અનેક વૃક્ષ ધરાશાઈ થયા. હવામાન વિભાગની આગાહીને લઈને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાંસદા ના લાખાવાડી ગામના ઘર પર સાગનું ઝાડ પડતા ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે..
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના લાખાવાડીના પટેલ ફળિયામાં પણ સાગનું વૃક્ષ પડતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.પટેલ ફળિયાં માં રહેતા સવિતાબેન વિધવા છે અને માંડ માંડ મંજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ભારે પવનને કારણે રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થતાં ઘરના સરસામાનને નુકસાન થવા સાથે અનાજ પણ પલળી ગયું હતું. જેમાં 40 થી 50 હજારનું નુકસાન થવા પામ્યું છે. જેને કારણે વિધવા મહિલા સવિતાબેન પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 8.15 ઈંચ વરસાદ, નવસારી જિલ્લામાં હવામાન ની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હાલમાં નવસારી જિલ્લાના જલાલપુર અને નવસારી તાલુકામાં વરસાદે વિરામ લીધો છે,. પરંતુ વાંસદા ખેરગામ અને ચીખલી તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિચારવું રહ્યું છે આ વિધવા માજી નો સહારો કોણ બનશે સરકારી તંત્ર કે સમાજ.. ?











