ચીખલી: છેલ્લા ઘણાં સમય થી રૂમલા-ખુડવેલ-રાનકુવા-ટાંકલ માર્ગ પરથી ભારે થી અતિભારે ટ્રાન્સપોર્ટના લાંબા ટ્રકો અને અન્ય વાહનો પસાર થઇ રહ્યા હોવાના કારણે ગ્રામ્યવિસ્તાર ની જનતાને અવર-જવરમાં મુશ્કેલીઓ અને જીવનું જોખમ ઉભું થયાનું લોકો જણાવી રહ્યા છે.
Decision News સાથે સ્થાનિક આગેવાનો વાત કરતા જણાવે છે કે આ મોટા વાહનો ટોલ ટેક્ષ બચાવવા ગ્રામ્યવિસ્તારો માંથી પસાર થઇ નેશનલ હાઇવે નંબર 48 માં જોડાય છે, (હા..હાઇવે પર ટ્રાફિક/અકસ્માત ના સમયે ગ્રામ્ય વિસ્તાર માંથી થોડા સમય માટે પસાર થાય એનો કોઇ બાધ નથી) પણ સતત આ વાહનોની અવરજવર સ્થાનિક સ્તરે લોકોના મનમાં મોતની આભા ઉભી કરી છે
થોડા જ સમય પહેલા નિર્દોષ વ્યક્તિઓ મોતનો ભોગ બન્યા હતા, જે તે વિસ્તારના સરપંચો/ગ્રામજનો ભારે વાહનોના પ્રતિબંધ માટે પ્રતિક્રિયા દાખવે, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ લાગવા RTO અને RNB માં રજૂઆતો કરે એવી અપેક્ષા લોકો કરી રહ્યા છે.











