વાંસદા: છેલ્લા ઘણા વર્ષોથી વાંસદા અને ધરમપુરના વહીવટીતંત્રને જાણમાં છે કે વાંસદા તાલુકાના મોળા આંબા ગામમાં આવેલો બોપી નદીનો પરનો પુલ દર ચોમાસમાં ડૂબી જાય છે પણ વાંસદા અને ધરમપુર તાલુકાની સરહદે આવેલા આ પુલનું બાંધકામ પર બંને તાલુકાનું વહીવટીતંત્ર અનદેખી નજર કરીને બેઠું છે.

આ ચોમાસમાં પણ તંત્રની બાંધકામમાં કરાયેલી નજરઅંદાજીના કારણે લોકોના વ્યવહારિક કામો અટવાયા છે જુઓ આ વખતે પણ નદીના પુલ પરથી જતા વરસાદી પાણીનો નજારો…

લોકોની સુવિધા માટે હવે આ વાંસદા અને ધરમપુર તાલુકાના વહીવટીતંત્રએ સહયારો પ્રયાસ કરવાની જરૂર છે જેની લોકો અપેક્ષા સેવી રહ્યા છે હાલ તો ગામમાં લોકો બાળકો ખેડૂતો અને મહિલાઓને આ પુલ ઉચો ન કરવાને કારણે ખુબ જ અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે.