ગણદેવી: ક્યારે શું થાય એની કલ્પના કરવા માણસ હંમેશા પાંગળો પુરવાર થતો હોય છે આજે બીલીમોરામાં એક બાજુ ધોધમાર વરસાદ આવી રહ્યો હતો ત્યારે બીલીમોરાની GIDCમાં આવેલી લાકડાની મિલમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠાવાની ઘટના બનવા પામી હતી

Decision Newsને મળેલી માહિતી બીલીમોરાની GIDCમાં આવેલી લાકડાની મિલમાં ભીષણ આગ લાગી હતી જેણે કાબુમાં લેવા માટે 3 ફાયર ફાયટર ઘટના સ્થળે આવી ગઈ હતી અને ઘણી જદ્દોજહ્ત બાદ આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીલીમોરામાં છેલ્લા છ મહિનામાં ઘણી આગની ઘટનામાં સામે આવી છે. આ આગની ધવલ પટેલની લાકડાની મિલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો વહેલી સવારે લાગી હતી તેમનું કહેવું છે કે અંદાજે 10લાખથી વધુનું નુકસાન થયું છે.