નસવાડી: ક્યારેક એવું લાગે છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી ? કેમ કે એક પણ દિવસ એવો વીતતો નથી જ્યારે પોલીસ દ્વારા ગુજરાતમાં દારુ પકડાતો ન હોય..આજે નસવાડી પોલીસે ટ્રાવેલ્સમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂ ઝડપી પાડયો. ડ્રાઈવર કંડકટરને કુલ કિં.રૂ.7.23.905 /- નો મુદ્દામાલ કબજે કર્યો.
Decision Newsને પ્રાપ્ત બનેલી વિગતો પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કંડવા ગામે નર્મદા મેઈન કેનાલ પાસે ડબલ ડેકર ટ્રાવેલ્સમાં સીટની નીચે ઈંગ્લીશદારૂ સંતાડી રાખી લઈ જવાતો પ્રોહીબિશનનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સાથે ડ્રાઈવર કંડકટરને ઝડપી પાડવામાં આવ્યા છે.
નસવાડી પોલીસ સ્ટેશનના PSI. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પ્રોહી.પેટ્રોલિંગ દરમિયાન સાથેના ASI મીઠીયાભાઈ બલસીંગભાઈ નાઓને બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે રામનાથ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને કંડકટર પોતાની લક્ઝરી બસમાં અંદરની સીટની નીચેના ખાનામાં મીણીયા થેલા તથા વિમલના થેલામાં ઈંગ્લીશદારૂ જથ્થો ભરીને કડુલીમહુડી થી પેસેન્જર ભરીને નસવાડી તરફ આવે છે તેવી બાતમીના આધારે કંડવા નર્મદા મેઈન કેનાલ પાસે પ્રોહી.નાકાબંધી કરી રામનાથ ટ્રાવેલ્સ બસ તથા અન્ય મુદ્દામાલ સાથે ઈંગ્લીશદારૂ. કિં.રૂ.7.23.905/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.(1) દિપકભાઈ શંકરભાઈ તડવી ઉ.વ.45 રહે.આમરોલી તા:નસવાડી જી.છોટાઉદેપુર(2) જયેશભાઈ રાજુભાઈ તડવી.ઉ.વ.24 રહે.રાયપુર તા:નસવાડી જી. છોટાઉદેપર નાઓના વિરૂદ્ધ નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

