મહારાષ્ટ્ર: ગતરોજ મહારાષ્ટ્ર રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા. જેના થોડા સમય બાદ જ CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી.
દિવ્યભાસ્કરના જણાવ્યા અનુસાર શિંદે જૂથને લઈને પોતાની વાત રાખી અને કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે મૂકવાની જરૂર હતી. ઉદ્ધવે કહ્યું કે જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો.