કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લાના બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં વલસાડ ભાજપ યુવા મોરચા દ્રારા લોકોમાં રકતદાનને લઈને જાગૃતિ લાવવા રક્તદાન શિબિરનું આયોજન નાના પોંઢા A.p.m.c ખાતે કર્યું હતું.
આ પ્રસંગે કપરાડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત કપરાડા તાલુકા ભાજપના પ્રભારી શ્રી સમીપભાઈ રાંચ વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ગુલાબભાઈ રાઉત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને A.p.m.c ના ચેરમેન તથા ગામ સંરપચ શ્રી મુકેશભાઈ પટેલ વલસાડ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ પ્રભાકર યાદવ પ્રભારી શ્રી વિવેકભાઈ સતીષભાઈ બારિયા મનીષભાઇ મિસ્ત્રી કપરાડા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ડિમ્પલ પટેલ સામાજિક કાર્યકર મંગુભાઇ ગાંવિત ત્રિલોકનાથ યાદવ જયેશ ભાઈ સ્નેહલ ભાઈ પટેલ કપરાડા ભાજપના SM મગનભાઈ ગાંવિત ગીરીશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં
આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે કપરાડા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા મહામંત્રી શ્રી દિવ્યેશભાઈ રાઉત જિલ્લા મહામંત્રી શ્રી કિરણભાઈ ભોયા એ ખુબ સારી જહેમત ઉઠાવી હતી