મહુવા: આપણા આદિવાસી વિસ્તારમાંથી ગૌ માસની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર મહુવાના કાંકરિયા ગામમાંથી ટવેરામાં ચીખલીના આલીપોર ગૌમાંસ લઇ જવાતી ટવેરાને પોલીસ દ્વારા અટક કર્યાની ઘટના સામે આવી છે.

GJ-21-M-0254 નંબરની ટાવેરામાં મહુવાના કાંકરિયા ગામમાંથી ગૌમાંસ ચીખલી તાલુકાના આલીપોર લઇ જવાની બાતમી ગૌરક્ષકો સુરેશભાઈ પુરોહિત, સંતોષભાઈ સુરાણા, શૈલેષભાઇ શાહ, વિશ્વાસભાઈ ઉપાધ્યાય, મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પ્રણવસિંહ દરબાર, અંબાલાલ પટેલને મળી હતી જેથી તેઓ અલગ અલગ સ્થળ પર નજર રાખીને બેઠા હતા. ત્યારે 7 વાગ્યાની આસપાસ બાતમી વાળી ગાડી દેખાતાતેને ટાંકલ ખાતે રોકી તેમાં તપાસ કરતાં 100 કિગ્રા જેટલું ગૌમાંસ મળ્યું હતું.

આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી અને હાલમાં પોલીસે ગૌમાંસ સાથે 2 આરોપીની અટક કરી છે. ગૌમાંસ અને આરોપીઓની અટક બાબતે નવસારી જિલ્લા એસપી ઋષિકેશ ઉપાધ્યાય અને ચીખલી પીઆઇ ચૌધરી સહકાર આપ્યો હતો.