ધરમપુર: ખરેખર વિકાસશીલ અને ગતિશીલ ગુજરાતમાં વિકાસ નો કેટલો વિકાસ થયો છે તેની સાક્ષી પુરતું ધરમપુર શહેરીની શહેરનું એક ભવ્ય નિર્માણ જેમનું ધરમપુરની જનતા કાગડોળે રાહ જોઇ રહી છે જેના નવનિર્માણ વિશેની થોડી ઝલક આપની સમક્ષ મુકું છું
ધરમપુરના હાથીખાના સમડી ચોક પાસે સ્વર્ગ વાહિની નદી પર બની રહેલા ઐતિહાસિક પુલનું નિર્માણ કાર્ય ખરેખર કાબિલે તારીફ છે આ પુલનું નિર્માણ કાર્ય ખૂબ જ બારીકાઈથી થઈ રહ્યું છે નદીના પટમાં પાણીમાંથી ડોકિયું કરતા પુલના સ્તંભ કીર્તિ સ્તંભને પણ ઝાંખા પાડે એવા છે વળી એમાં પરોવાયેલા સળિયાઓ પંચ ધાતુથી મિશ્રિત છે જેમાં વરસાદ તો શું ઉપરથી એસિડ પડે તો એ કાટ ના લાગે અને એ પુલની દીવાલો પર ખૂબ જ ઝીણવટ ભર્યું નકશીકામ આપ જોઈ શકો છો આ પુલનું નિર્માણ કાર્ય રાત-દિવસ ચાલી રહ્યું હોવા છતાં આ જાજરમાન પુલના બાંધકામમાં હજી ઘણો સમય લાગી શકે એમ છે
ક્યારેક આપ સમડી ચોક તરફ અથવા તો તળાવ તરફ આવો તો આ નિર્માણ પામી રહેલા અતિભવ્ય પુલ તરફ એક નજર નાખતા જજો અને આ પુલના નિર્માણમાં સહભાગી તમામ શિલ્પીઓ જેઓ પોતાની કલા કુશળતા વાપરી રહ્યા છે એમને ધન્યવાદ આપવાનું અને પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં
BY સવાયા ધરમપુરવાસી..

