બીલીમોરા: ગણદેવીના બીલીમોરા શહેરમાં ફૂટબોલ ક્લબ દ્વારા ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ફાઈનલમાં દહાણુની ટીમ ઝાય એફ.સી વિજેતા બની હતી અને રનર્સ-અપમાં બીલીમોરા ની બીલીમોરા એફ.સી બની હતી
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન શ્રી તરીકે બીલીમોરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી મનહરભાઇ પટેલ, જિલ્લાના સંગઠન મંત્રી કિર્તીભાઇ મિસ્ત્રી, યુવામોર્ચાના પ્રમુખ શૈલેષભાઈ રાજપુત, અમિતભાઇ સોલા (એડવોકેટ), હાર્દિકભાઈ પ્રજાપતિ, બિરેનભાઈ બલસારા હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના અંતે મહાનુભાવોના હસ્તે વિજેતા અને રનર્સ-અપ બન્ને ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
બીલીમોરા ફુટબોલ ક્લબ દ્વારા હજાર રહેલાં મહાનુભાવો, સ્પોન્સર દરેક ટીમનાં રમતવીરો તથા કમિટી નાં દરેક યુવા ઓનો આભાર માન્યો હતો અને આવનારા સમયમાં પણ આવી ટુર્નામેન્ટ યોજાતી રહે અને જેથી કરીને યુવાનોને પ્રોત્સાહન મળે એવી અપેક્ષા રખાય હતી.

