દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ધરમપુર: ચોમાસાની શરૂવાત થતા જ ઘરમાં વીજળીના શોર્ટસર્કિટ થવાની ઘટનાઓ બનવા લાગી છે ત્યારે ગતરોજ ધરમપુરના ભેસદરાના પામચી ફળીયાના બે ઘરના માળ પર સવારે 8.30 વાગ્યાના સમય ગાળામાં શોર્ટસર્કિટ કારણે આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે.

ભેંસધરા ગામના સરપંચ ભરતભાઈ ડબકીયા જણાવે છે કે આ આગની ઘટના ભેસદરા ગામના પામચી ફળીયાના રમણભાઈ ભાણાભાઈ પટેલ નામના વ્યક્તિના બે ગાળાના ઘરના માળ પર સવારે 8.30 વાગ્યાની આસપાસ શોર્ટસર્કિટ કારણે આગ લાગી હોવાનું જણાય આવે છે હાલમાં આસપાસના લોકોની હિંમત અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો હતો.

આગની ઘટનામાં નુકશાનની વાત કરીએ તો પરિવારની કોઈ પણ વ્યક્તિ આ આગમાં દાઝી નથી જે રાહતની વાત છે  જ્યારે ઘરના માળ પર રાખેલા પશુઓ માટેના ઘાસના પુળીયા બળી ગયા છે અને આગના લીધે ઘરની દીવાલમાં તિરાડમાં પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.