વાલોડ: વાંસકૂઈના પેટ્રોલપંપ પર જવા માટે હાઈવે પર ટર્ન લેતા મોપેડને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધી જેના પર સવાર યુવતી 25 ફૂટ સુધી ટ્રક નીચે ઢસડાતા ગંભીર ઈજાઓ થઇ હતી જેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળ્યું છે પિતાની હાલત ગંભીર છે.
13 જુને થયેલા અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા જુઓ..
પોલીસના જણાવ્યા પ્રમાણે વાલોડ તાલુકાના ધામોદરા ગામે નિશાળ ફળિયામાં ગુરજી ભાઈ ગજાભાઈ ચૌધરી 13 તારીખે પોતાનું સ્કુટર GJ-26-AD-0423 લઇને પોતાની દીકરી સાથે કામ અર્થે દોડી જઈ રહ્યા હતા અને ત્યાં જ વાત કોઈ ગામની એક સીમમાં પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવવા માટે વાળતાં પાછળથી એક ટ્રક GJ-03-CL-8341 આવી અને તેમને અડફેટમાં લઇ લીધા હતા. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રકની અડફેટે પિતા 10 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ જેટલી ઢસડાઈ હતી.











